Google+ Badge

Monday, September 8, 2014

ગણપતિ નું વિસર્જન કે પછી...


આજ ના દિવસે વિચારો માં ગણપતિ નું પ્રભુત્વ બહુ રહે છે. જે ભગવાન ને દસ દિવસ સુધી બેસાડી, પૂજન-અર્ચન કર્યું તેને આજે ભાવભીની વિદાય આપવી પડશે અને સાથે સાથે એ આશા સાથે કે આવતા વર્ષે જલ્દી આવી ને ફરી થી દસ દિવસ સુધી ભક્તો ને સેવા નો મોકો આપશે. 

પરંતુ...

થોડોઘણો મન માં રંજ પણ રહી જાય છે આ સમયે...

આ મનોમંથન ની શરૂઆત તો ગણેશ સ્થાપના સાથે જ થાય છે.

જેમ કે શા માટે ગણેશજી ની eco-friendly મૂર્તિ ને સામાન્ય લોકો afford નથી કરી શકતા ? શા માટે POP ની મૂર્તિ ની ખરીદી કરી ને દસમાં દિવસે વિસર્જન કરી ને ભૂલી જઈએ છીએ. રહી જાય છે તે આપણા વ્હાલા ગણેશ જી ના POP ના બનેલા બોડી પાર્ટ્સ. 

કેવું લાગે જયારે આપણે કોઈ માનવ અંગો ને પાણી માં છુટા છવાયા તરતા જોઈએ ? જયારે આતો આપણા લાડકા વ્હાલા ગણેશ. 

વિચારો ની હારમાળા અહીંથી જ નથી રોકાતી... 

બહુ ઓછા ગણેશ ભક્તો કે ગણેશ પંડાલ હશે જ્યાં ધાર્મિકતા નું આચરણ થતું હશે. ફિલ્મી ગીતો ને જોર જોર થી વગાડવા, તેના પર નાચવું તે સામાન્ય થઈ ગયું છે, આનો વિરોધ કરનાર હવે તો દેસી કે orthodox લાગવા લાગે છે.  વાત અહીંથી અટકતી નથી. નશો કરી ને નાચવું એ આજે in છે. તમે નશો નથી કરી શકતા તો તે તમારો પ્રોબ્લેમ છે. નશો કર્યા વગર જાણે ભગવાન નું વિસર્જન નથી થઇ શકતું એવું લાગવા લાગ્યું છે. આંખ આડા કાન કર્યા સિવાય કોઈ ઉપાય નથી. 

ભગવાન ૧૦ દિવસ નહિ પણ ૧૦ મહિના પણ જો આ કહેવાતા ભક્તો સાથે રહે તો પણ આ ભક્ત અને તેની ભક્તિ માં સુધાર આવશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. 

આવી કેટકેટલી આશા ને અરમાનો નું વિસર્જન થઈ જાય છે પણ આપણા વ્યસન, દુર્ગુણ, કુ-માન્યતાઓ ને દુષણ નું વિસર્જન ક્યારે થશે તે ગણપતિ બાપ્પા જાણે. 

બાપ્પા ને અશ્રુ ભીની વિદાય સાથે ...

ગણપતિ બાપ્પા મોર્યા.....

Men at Work !!!



Taken during driving... Suits to my blog. 

LinkWithin

Related Posts with Thumbnails