Google+ Badge

Sunday, October 20, 2013

Lets meet . . . ચાલો મળીએ . . .(5)

મશાલ હાથ માં લઈ ને વીરેને ચારેબાજુ નજર દોડાવી.

દરવાજા ની સામે નાના ઓરડા આવેલ હતા, જે કદાચ હથિયાર રાખવા માટે અને સૈનિકો ને રહેવા માટે ની એરેન્જમેન્ટ હશે. જમણી તરફ ના કોર્નર માં એક દાદર આવેલ હતો, જેના પર થી થઈ ને કિલ્લા ની દીવાર પર આવેલ ફ્લોર પર જઈ શકાય તેમ હતું. ઓરડા ની ઉપર એક દરવાજો હતો જે એક તરફ કિલ્લા ના રસ્તા સાથે ને બીજી તરફ શું હતું તે અંધારા માં દેખાઈ શકે તેમ ના હતું.  

નેહા : “વીરેન, મને લાગે છે કે એ બધા લોકો કોઈ ખુલ્લી જગ્યા માં હશે”

વીરેન: “પણ અહિયાં તો કોઈ પણ દેખાતું નથી.”

નેહા:  “કોઈ પણ કિલ્લો આટલો નાનો ના હોઈ શકે, દરેક, કિલ્લા માં હથિયાર રાખવા માટે નો સ્ટોર, રાણીવાસ, કિચન, ગુલામો રહેવા ની જગ્યા વગેરે હોય છે, નક્કી પાછળ  ની બાજુ જવા નો રસ્તો હોવો જોઈએ.”

રાત્રી ના ૧૨:૧૫ 

કિલ્લા ની હાલત જર્જરિત હતી. જગ્યા - જગ્યા એ ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા હતા. દીવાલ ના અંદર ના ભાગે કોઈ કોઈ જગ્યા એ વિચિત્ર લાગતા કોઈ ચિત્રો દોરેલ  હતા તો કોઈ જગ્યા એ હાથી ઘોડા ને બાંધવા માટે ના હુક લગાવેલ  હતા. જેમ જેમ બંને આગળ વધતા હતા તેમ તેઓ ને જગ્યા ની કોઈ અકળ રહસ્યમયતા ઘેરી રહી હતી.

વીરેને કોલેજ માં ટ્રેઝર-હન્ટ માં ભાગ લીધેલ, પણ આજે તેણે વાસ્તવિકતા અને ગેમ વચ્ચે નો ફરક નો અહેસાસ થતો હતો.

સૂકાયેલ પાંદડા ને ઝાડી-ઝાંખરા ના પગ નીચે કચડવા થી થતા કીચૂડાટ ના અવાજ સાથે બંને ડાબી તરફ આગળ વધ્યા.

વીરેન: નેહા, બીજા કેટલા લોકો છે, આ ગેટ ટુ ગેધર માં ?

વીરેને ગેટ ટુ ગેધર પર ભાર મુક્યો તે નેહા થી અજાણ ના રહ્યું.

નેહા: મને ખબર છે ત્યાં સુધી રક્ષિત, અભિનવ ને કીયા પણ હોવા જોઈએ.

બંને ને પુરા રસ્તા માં આ તો વાત કરી જ ના હતી, અને વાત કરવા નો ટાઈમ પણ ના હતો અને બંને વાત કરવા ની પરિસ્થિતિમાં પણ ના હતા. બંને એ જે વિચાર્યું હતું તેના કરતા ગંભીર પરિસ્થિતિ હતી અહિયા.

ચાલતા ચાલતા વીરેને કિલ્લા ની દીવાલ પર રહેલી થોડી મશાલ સળગાવી હતી. કિલ્લા માં મશાલ નું અંજવાળું પથરાયું હતું.

અને આ અંજવાળા, કિલ્લા ની ભયાનકતા પર પ્રકાશ પાડતા હતા.

મેદાન માં કિલ્લા ની દીવાલ પર એક જગ્યા પર નેહા ની નજર પડતા જ એક ચીસ નીકળી ગઈ ને લગભગ વીરેન ની નજીક પહોચી ને તેનો હાથ પકડી લીધો.

વીરેને જોયું તો ગુલામ ને બાંધવાની જગ્યા એ એક હાડપીંજર બંધાયેલ હતું. જેના હાથ ને પગ હજુ પણ જંજીર માં જકડાયેલ હતા.

એવી તો કેવી કયામત ની પરિસ્થિતિ સર્જાયેલ જેમાં ગુલામ ને છોડવા ની પણ તક ના મળી, આ વિચાર તેના મન માં ઘુંટાઈ રહ્યો. આવી અમાનવીય અવસ્થા કોઈ પણ કઠણ કલેજા ના માણસ ના પણ રુંવાડા ઉભા કરી દે તેવું હતું.

વીરેન: આ લોકો, રક્ષિત, અભિનવ, કીયા ને સારાહ, મૃણાલ ના મિત્રો છે કે કલીગ ?
નેહા ને લાગ્યું કે હવે મંજિલ પર આવી પહોચ્યા છીએ ત્યારે આટલું પૂછવું જરૂરી છે ?
નેહા: આ પાંચેય લોકો કોલેજ ફ્રેન્ડ્સ છે, અને કોઈ એ પાંચેય ને  ગેટ ટુ ગેધર માટે નું ઇન્વીટેશન મોકલાવેલ છે.

વીરેન ના મન માં હજુ પણ થોડા પ્રશ્નો નીરુતર હતા, પણ તે ચુપચાપ આગળ વધ્યો. કિલ્લા ની દીવાલ ૫ મીટર જેટલી પહોળી હતી.

સૈનિકો હથિયારો સાથે બેક-અપ માં બીજા સૈનિકો ની ટુકડી, શસ્ત્રો ની ટ્રોલી વગેરે રહી શકે તેટલો પહોળો ચાલવા નો રસ્તો હતો. દીવાલ ના કાંગરા માંથી બહાર નું દ્રશ્ય જોઈ શકાય તેવા હોલ પાડેલ હતા અને તેમાં થી શત્રુ પર હુમલો કરી શકાય તેવી વ્યવસ્થા પણ હતી.


બંને ઉતાવળા પગે આગળ વધતા હતા ત્યાં ...  

------------------------------------------------------------------------------------
મિત્રો સ્ટોરી પસંદ આવે તો કોમેન્ટ કરશો. તમારા અભિપ્રાય – વિચાર સદાય આવકાર્ય છે.
Mail me on kbhariyani@gmail.com for your valuable reply and comments.
------------------------------------------------------------------------------------

LinkWithin

Related Posts with Thumbnails