Google+ Badge

Thursday, October 17, 2013

Lets meet . . . ચાલો મળીએ . . .(4)

ડરામણા વાતાવરણ માં કોઈ નાનો અવાજ પણ ભયાનક લાગતો હોય છે, જે અત્યારે નેહા સાથે બની રહ્યું હતું. નીચે જોતા જ નેહા ભય થી ચિલ્લાઈ ઉઠી

“આ આ આ આ .....”

નીચે એક કાચિંડો હતો જે નેહા ના પગ નીચે આવતા રહી ગયો હતો.
નેહા નું દિલ બમણી ઝડપ થી ધડકી રહ્યું હતું, આગળ શું બનવા નું હતું તેના થી અજાણ નેહા આ નાની ઘટના થી જ ડરી ગઈ હતી.
વીરેન પાછો ફરી નેહા પાસે  આવ્યો.

“આર યુ ઓલ રાઈટ”

જવાબ માં નેહા એ માત્ર માથું ધુણાવ્યું.

ગાઢ અંધકાર માં માત્ર ટોર્ચ ના અંજવાળે ૧૦૦ ફૂટ ની લંબાઈ ના લાકડા ના પુલ ને પાર કરતા બંને ને ખાસ્સો સમય લાગ્યો.
નેહા ને મૃણાલ પર ગુસ્સો આવી રહ્યો હતો, “આવી ભયાનક જગ્યાએ માણસ દિવસે પણ આવતા ડરે, ને મૃણાલ શુ કરવા આવ્યો હશે આ જગ્યા પર, આવી જગ્યા એ get to gather કોઈ રાખતું હશે ?” તે મન માં વિચારતી રહી.

આજ વિચાર અત્યારે વીરેન ના મન માં આવી રહ્યો હતો, પણ તે નેહા થી થોડે દુર આગળ વધી રહી રહ્યો હતો.

નેહા એ પોકેટ માં થી મોબાઇલ કાઢ્યો ને ટાઈમ જોયો. ૧૨:૦૫ થયા હતા. મોબાઈલ માં સિગ્નલ આવતું બંધ થઈ ગયું હતું. તેણે યાદ આવ્યું કે મૃણાલે પેલા ગામ માં થી પસાર થતી વખતે facebook લોકેશન અપડેટ કર્યું હતું ને સાથે લખ્યું પણ હતું કે, “signal are getting weak here” તેનો મતલબ હવે સમજાયો. નીરવ શાંતિ માં પણ કાન માં અજીબ અવાજ આવી રહ્યા હતા.

ચાલતા ચાલતા અચાનક વીરેન ના પગ અટકી ગયા. સામે એક ઉંચી દીવાલ હતી ને દીવાલ ની વચ્ચે લાકડા નો દરવાજો હતો.
આ દરવાજો કોણ ખોલશે તેનો વિચાર કરતા, સાંકડી પગદંડી પર થી ચાલી ને બંને દરવાજા પાસે પહોચ્યા.

વીરેને ટોર્ચ થી દરવાજા પર પ્રકાશ ફેક્યો. કેટલા વર્ષો થી દરવાજો ખુલ્યો નહિ હોય, તે દરવાજા ની હાલત પર થી દેખાઈ આવતું હતું.
કોઈ અજીબ કોતરકામ કરેલ હતું દરવાજા પર. ટોર્ચ ને નેહા ના હાથ માં આપી ને વીરેન દરવાજા ની સામે આવ્યો.

થોડી તાકાત લગાવી ને દરવાજા ને ધક્કો માર્યો. એક કીચૂડાટ સાથે દરવાજો થોડો ખુલ્યો. બંને એ અંદર નું જે દ્રશ્ય ની જે કલ્પના કરી હતી તેના થી અલગ જ હતું. બંને ને લાગ્યું કે કિલ્લા ની શરૂઆત માં જ લોકો પાર્ટી માટે એકત્રિત થયા હશે, ચહલપહલ હશે, મજાક-મસ્તી ચાલતી હશે પણ એવું કઈ જ ના હતું. અંદર પર બહાર જેવી જ ડરામણી શાંતિ હતી.

રાત્રી ના ૧૨:૧૦

વીરેને નેહા ની સામે જોયું.

વીરેન: “હવે શું કરવું?”

નેહા: “મેપ નો end અહી આવી જાય છે, આગળ કઈ પણ ડીટેલ નથી.”

વીરેન: “જો અહી get to gather જેવું કઈ પણ હશે તો એ લોકો અહી 
નજીક માં જ ક્યાંક હશે.”

અહી નું વાતાવરણ જોઈ ને વીરેન ને પણ સારાહ ની ચિંતા થવા લાગી. બંને દરવાજા ની પાસે ઉભા હતા, થોડું ચાલી ને અંદર આવ્યા, એક દરવાજા પછી એક કોરિડોર જેવી જગ્યા પસાર કર્યા પછી બંને અંદર આવ્યા. એક નાનું મેદાન જેટલી જગ્યા ખાલી હતી.
આગળ નું જોવા માં ખુબજ મુશ્કેલી પડે તેવું વાતાવરણ હતું, અંધારા સાથે ભય નું ડેડલી કોમ્બીનેશન હતું.

વીરેને બાજુ માં નજર દોડાવી, જોયું તો દીવાલ પર જર્જરિત હાલત માં એક મશાલ હતી, જે જોતા લાગતું હતું કે તે સળગી શકશે કે કેમ.
ટોર્ચ નો પ્રકાશ પુરતો ન હતો, વીરેને પોકેટ માંથી લાઈટર કાઢી ને મશાલ સળગાવી.

નેહા ને લાગ્યું કે આ માણસ પૂરી તૈયારી સાથે આવ્યો લાગે છે અને હતું પણ તેમ જ. 

LinkWithin

Related Posts with Thumbnails