Google+ Badge

Thursday, September 19, 2013

Lets meet . . . ચાલો મળીએ . . .(1)

મિત્રો એક નવી સ્ટોરી લખી રહ્યો છું, આશા છે કે પસંદ આવશે. સ્ટોરી પસંદ આવે તો કોમેન્ટ કરશો. તમારા અભિપ્રાય – વિચાર સદાય આવકાર્ય છે. આ સ્ટોરી માં આવતા પાત્રો ને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.


Lets meet . . .  ચાલો મળીએ . . .(1)

પહાડી રસ્તા પર વીરેન બહુ સાવચેતીપૂર્વક પરંતુ સ્પીડમાં ચલાવી રહ્યો હતો. બાજુ માં નેહા ના ચહેરા પર ચિંતા ની લકીર સ્પષ્ટ નઝર આવી રહી હતી. ચાંદની ના પ્રકાશ માં નેહા ને સોહામણા ચહેરા પર વારંવાર આવતી લટ ને કાન ની પાછળ સેટ કરતી ક્ષણભરજોઈ રહ્યો. એક તીવ્ર વળાંક માં ચિચિયારી સાથે કારે વળાંક લીધો સાથે નેહા છેલ્લા ૪ દિવસ માં બનેલા બનાવો ને એક પછી એક ક્રમબદ્ધ રીતે ગોઠવી રહી. પરંતુ વિચારો ની ગુંચ ઉકલવા કરતા ઉલઝાવા લાગી હતી. દિલ માનવા તૈયાર ન હતું પરંતુ જે રીતે થઈ રહ્યું હતું તે તેના દિલ ને દિમાગ થી પણ પર હતું. આ તરફ વીરેન આ પહાડી ની આંટીઘૂંટી માં થી જલ્દી થી નીકળી ને તે જગ્યાએ પહોચવું તેની જલ્દી માં હતો. ટેન્શન માં તે પણ હતો પણ ટેન્શન રાખી ને આ પ્રોબ્લેમ નું કોઈ સોલ્યુશન નહિ આવે તે જાણતો હતો. ખબર નહિ પરિસ્થિતિ આગળ કેવો વળાંક લે તેને માટે તે મનોમન તૈયારી માં હતો. બંને ના વિચારો અલગ-અલગ પણ મંઝીલ તો એકજ હતી.

રાત્રી ના ૧૦ વાગવા આવ્યા હતા ને તે ૨ કલાક થી સતત ડ્રાયવીંગ કરી રહ્યો હતો. અમેરિકા માં મિત્રો સાથે ઘણીવાર આઉટીંગ પર ગયો હતો તે પણ મસ્તી માં જ. ક્યારેય આરીતે બહાર નીકળવાનું થશે તે સ્વપ્ને પણ વિચાર્યું ન હતું. કાર ચલાવતા વિરેન ભૂતકાળમાં પહોચી ગયો હતો. પેરેન્ટ્સ ૫૦ વર્ષ થી અમેરિકા માં સેટલ્ડ હતા, છતાં ઘર માં ઇન્ડિયન કલ્ચર જીવંત રાખ્યું હતું. થોડા થોડા વર્ષે ઇન્ડિયા માં આવવા જવા નું ચાલુ હતું ને થોડી પ્રોપર્ટી હતી ગામ માં. છતાં પણ વિરેન માં અમેરિકા નો રંગ થોડો લાગી ગયો હતો. બોલવા ની અસેન્ટ્ ઘણી અમેરિકા ની આવી ગઈ હતી. રેગ્યુલર જીમ માં જવાને લીઘે શરીર ખડતલ ને માંસલ હતું. એક આર્મી મેન ને છાજે તેવી પર્સનાલીટી હતી. તેના પપ્પા ના દબાણ ને વશ થઈ ને ઇન્ડિયા આવ્યો હતો, તે પણ એક છોકરી જોવા માટે. જયારે આવવા નીકળ્યો ત્યારે બહુ ઓકવર્ડ ફીલ થતું હતું ને સાથે ખુદ પર હસવું પણ આવતું હતું, ક પોતે આ શું કરવા જઈ રહ્યો છે. લાસ્ટ ટાઈમ આવ્યો ત્યારે બહુ નાનો હતો પણ આ વખતે વાત કઈ અલગ હતી. પપ્પા ના મિત્ર એક ગવર્નમેન્ટ ઓફિસર હતા ને તેની ડોટર ને સાથે મીટીંગ પપ્પા એ અને તેના મિત્રે એરેન્જ કરી હતી. આગળ તીવ્ર વળાંક આવતા વીરને ગીયર બદલાવી ને ટોપ ગીયર માં ગાડી ને નાખી. વિચારો માંથી બહાર આવી ને ગાડી પર ધ્યાન કોન્સન્ટ્રેટ કર્યું.

વાતાવરણ માં થોડી ઠંડક પ્રસરી હતી, સહજતા થી ધ્યાન નેહા તરફ ગયું, નેહા હજુ પણ વિચારો માં ખોવાયેલ હતી, અલબત્ત ચિંતામગ્ન દેખાતી હતી. બ્લુ ડેનીમ પર ક્રીમ કુર્તી ને ડાર્ક બ્લુ કલર નો સ્ટોલ ગાળા માં વીટાળી રાખ્યો હતો. કોઈને પણ પહેલી નઝર માં ગમી જાય તેવો નેહા નો દેખાવ હતો, સિમ્પલ ને બ્યુટીફૂલ. પણ વીરેન ને તેની સુંદરતા નહિ પણ તેણે જે રીતે તેની સ્કીલ વાપરી ને તેના મંગેતર ની ભાળ મેળવી હતી તે જોતા એવું ના લાગે કે આ સિમ્પલ લગતી છોકરી આ કરી શકે. 


Friends, please reply with comments and follow me if you really like this blog.

LinkWithin

Related Posts with Thumbnails