Google+ Badge

Sunday, October 20, 2013

Lets meet . . . ચાલો મળીએ . . .(5)

મશાલ હાથ માં લઈ ને વીરેને ચારેબાજુ નજર દોડાવી.

દરવાજા ની સામે નાના ઓરડા આવેલ હતા, જે કદાચ હથિયાર રાખવા માટે અને સૈનિકો ને રહેવા માટે ની એરેન્જમેન્ટ હશે. જમણી તરફ ના કોર્નર માં એક દાદર આવેલ હતો, જેના પર થી થઈ ને કિલ્લા ની દીવાર પર આવેલ ફ્લોર પર જઈ શકાય તેમ હતું. ઓરડા ની ઉપર એક દરવાજો હતો જે એક તરફ કિલ્લા ના રસ્તા સાથે ને બીજી તરફ શું હતું તે અંધારા માં દેખાઈ શકે તેમ ના હતું.  

નેહા : “વીરેન, મને લાગે છે કે એ બધા લોકો કોઈ ખુલ્લી જગ્યા માં હશે”

વીરેન: “પણ અહિયાં તો કોઈ પણ દેખાતું નથી.”

નેહા:  “કોઈ પણ કિલ્લો આટલો નાનો ના હોઈ શકે, દરેક, કિલ્લા માં હથિયાર રાખવા માટે નો સ્ટોર, રાણીવાસ, કિચન, ગુલામો રહેવા ની જગ્યા વગેરે હોય છે, નક્કી પાછળ  ની બાજુ જવા નો રસ્તો હોવો જોઈએ.”

રાત્રી ના ૧૨:૧૫ 

કિલ્લા ની હાલત જર્જરિત હતી. જગ્યા - જગ્યા એ ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા હતા. દીવાલ ના અંદર ના ભાગે કોઈ કોઈ જગ્યા એ વિચિત્ર લાગતા કોઈ ચિત્રો દોરેલ  હતા તો કોઈ જગ્યા એ હાથી ઘોડા ને બાંધવા માટે ના હુક લગાવેલ  હતા. જેમ જેમ બંને આગળ વધતા હતા તેમ તેઓ ને જગ્યા ની કોઈ અકળ રહસ્યમયતા ઘેરી રહી હતી.

વીરેને કોલેજ માં ટ્રેઝર-હન્ટ માં ભાગ લીધેલ, પણ આજે તેણે વાસ્તવિકતા અને ગેમ વચ્ચે નો ફરક નો અહેસાસ થતો હતો.

સૂકાયેલ પાંદડા ને ઝાડી-ઝાંખરા ના પગ નીચે કચડવા થી થતા કીચૂડાટ ના અવાજ સાથે બંને ડાબી તરફ આગળ વધ્યા.

વીરેન: નેહા, બીજા કેટલા લોકો છે, આ ગેટ ટુ ગેધર માં ?

વીરેને ગેટ ટુ ગેધર પર ભાર મુક્યો તે નેહા થી અજાણ ના રહ્યું.

નેહા: મને ખબર છે ત્યાં સુધી રક્ષિત, અભિનવ ને કીયા પણ હોવા જોઈએ.

બંને ને પુરા રસ્તા માં આ તો વાત કરી જ ના હતી, અને વાત કરવા નો ટાઈમ પણ ના હતો અને બંને વાત કરવા ની પરિસ્થિતિમાં પણ ના હતા. બંને એ જે વિચાર્યું હતું તેના કરતા ગંભીર પરિસ્થિતિ હતી અહિયા.

ચાલતા ચાલતા વીરેને કિલ્લા ની દીવાલ પર રહેલી થોડી મશાલ સળગાવી હતી. કિલ્લા માં મશાલ નું અંજવાળું પથરાયું હતું.

અને આ અંજવાળા, કિલ્લા ની ભયાનકતા પર પ્રકાશ પાડતા હતા.

મેદાન માં કિલ્લા ની દીવાલ પર એક જગ્યા પર નેહા ની નજર પડતા જ એક ચીસ નીકળી ગઈ ને લગભગ વીરેન ની નજીક પહોચી ને તેનો હાથ પકડી લીધો.

વીરેને જોયું તો ગુલામ ને બાંધવાની જગ્યા એ એક હાડપીંજર બંધાયેલ હતું. જેના હાથ ને પગ હજુ પણ જંજીર માં જકડાયેલ હતા.

એવી તો કેવી કયામત ની પરિસ્થિતિ સર્જાયેલ જેમાં ગુલામ ને છોડવા ની પણ તક ના મળી, આ વિચાર તેના મન માં ઘુંટાઈ રહ્યો. આવી અમાનવીય અવસ્થા કોઈ પણ કઠણ કલેજા ના માણસ ના પણ રુંવાડા ઉભા કરી દે તેવું હતું.

વીરેન: આ લોકો, રક્ષિત, અભિનવ, કીયા ને સારાહ, મૃણાલ ના મિત્રો છે કે કલીગ ?
નેહા ને લાગ્યું કે હવે મંજિલ પર આવી પહોચ્યા છીએ ત્યારે આટલું પૂછવું જરૂરી છે ?
નેહા: આ પાંચેય લોકો કોલેજ ફ્રેન્ડ્સ છે, અને કોઈ એ પાંચેય ને  ગેટ ટુ ગેધર માટે નું ઇન્વીટેશન મોકલાવેલ છે.

વીરેન ના મન માં હજુ પણ થોડા પ્રશ્નો નીરુતર હતા, પણ તે ચુપચાપ આગળ વધ્યો. કિલ્લા ની દીવાલ ૫ મીટર જેટલી પહોળી હતી.

સૈનિકો હથિયારો સાથે બેક-અપ માં બીજા સૈનિકો ની ટુકડી, શસ્ત્રો ની ટ્રોલી વગેરે રહી શકે તેટલો પહોળો ચાલવા નો રસ્તો હતો. દીવાલ ના કાંગરા માંથી બહાર નું દ્રશ્ય જોઈ શકાય તેવા હોલ પાડેલ હતા અને તેમાં થી શત્રુ પર હુમલો કરી શકાય તેવી વ્યવસ્થા પણ હતી.


બંને ઉતાવળા પગે આગળ વધતા હતા ત્યાં ...  

------------------------------------------------------------------------------------
મિત્રો સ્ટોરી પસંદ આવે તો કોમેન્ટ કરશો. તમારા અભિપ્રાય – વિચાર સદાય આવકાર્ય છે.
Mail me on kbhariyani@gmail.com for your valuable reply and comments.
------------------------------------------------------------------------------------

Thursday, October 17, 2013

Lets meet . . . ચાલો મળીએ . . .(4)

ડરામણા વાતાવરણ માં કોઈ નાનો અવાજ પણ ભયાનક લાગતો હોય છે, જે અત્યારે નેહા સાથે બની રહ્યું હતું. નીચે જોતા જ નેહા ભય થી ચિલ્લાઈ ઉઠી

“આ આ આ આ .....”

નીચે એક કાચિંડો હતો જે નેહા ના પગ નીચે આવતા રહી ગયો હતો.
નેહા નું દિલ બમણી ઝડપ થી ધડકી રહ્યું હતું, આગળ શું બનવા નું હતું તેના થી અજાણ નેહા આ નાની ઘટના થી જ ડરી ગઈ હતી.
વીરેન પાછો ફરી નેહા પાસે  આવ્યો.

“આર યુ ઓલ રાઈટ”

જવાબ માં નેહા એ માત્ર માથું ધુણાવ્યું.

ગાઢ અંધકાર માં માત્ર ટોર્ચ ના અંજવાળે ૧૦૦ ફૂટ ની લંબાઈ ના લાકડા ના પુલ ને પાર કરતા બંને ને ખાસ્સો સમય લાગ્યો.
નેહા ને મૃણાલ પર ગુસ્સો આવી રહ્યો હતો, “આવી ભયાનક જગ્યાએ માણસ દિવસે પણ આવતા ડરે, ને મૃણાલ શુ કરવા આવ્યો હશે આ જગ્યા પર, આવી જગ્યા એ get to gather કોઈ રાખતું હશે ?” તે મન માં વિચારતી રહી.

આજ વિચાર અત્યારે વીરેન ના મન માં આવી રહ્યો હતો, પણ તે નેહા થી થોડે દુર આગળ વધી રહી રહ્યો હતો.

નેહા એ પોકેટ માં થી મોબાઇલ કાઢ્યો ને ટાઈમ જોયો. ૧૨:૦૫ થયા હતા. મોબાઈલ માં સિગ્નલ આવતું બંધ થઈ ગયું હતું. તેણે યાદ આવ્યું કે મૃણાલે પેલા ગામ માં થી પસાર થતી વખતે facebook લોકેશન અપડેટ કર્યું હતું ને સાથે લખ્યું પણ હતું કે, “signal are getting weak here” તેનો મતલબ હવે સમજાયો. નીરવ શાંતિ માં પણ કાન માં અજીબ અવાજ આવી રહ્યા હતા.

ચાલતા ચાલતા અચાનક વીરેન ના પગ અટકી ગયા. સામે એક ઉંચી દીવાલ હતી ને દીવાલ ની વચ્ચે લાકડા નો દરવાજો હતો.
આ દરવાજો કોણ ખોલશે તેનો વિચાર કરતા, સાંકડી પગદંડી પર થી ચાલી ને બંને દરવાજા પાસે પહોચ્યા.

વીરેને ટોર્ચ થી દરવાજા પર પ્રકાશ ફેક્યો. કેટલા વર્ષો થી દરવાજો ખુલ્યો નહિ હોય, તે દરવાજા ની હાલત પર થી દેખાઈ આવતું હતું.
કોઈ અજીબ કોતરકામ કરેલ હતું દરવાજા પર. ટોર્ચ ને નેહા ના હાથ માં આપી ને વીરેન દરવાજા ની સામે આવ્યો.

થોડી તાકાત લગાવી ને દરવાજા ને ધક્કો માર્યો. એક કીચૂડાટ સાથે દરવાજો થોડો ખુલ્યો. બંને એ અંદર નું જે દ્રશ્ય ની જે કલ્પના કરી હતી તેના થી અલગ જ હતું. બંને ને લાગ્યું કે કિલ્લા ની શરૂઆત માં જ લોકો પાર્ટી માટે એકત્રિત થયા હશે, ચહલપહલ હશે, મજાક-મસ્તી ચાલતી હશે પણ એવું કઈ જ ના હતું. અંદર પર બહાર જેવી જ ડરામણી શાંતિ હતી.

રાત્રી ના ૧૨:૧૦

વીરેને નેહા ની સામે જોયું.

વીરેન: “હવે શું કરવું?”

નેહા: “મેપ નો end અહી આવી જાય છે, આગળ કઈ પણ ડીટેલ નથી.”

વીરેન: “જો અહી get to gather જેવું કઈ પણ હશે તો એ લોકો અહી 
નજીક માં જ ક્યાંક હશે.”

અહી નું વાતાવરણ જોઈ ને વીરેન ને પણ સારાહ ની ચિંતા થવા લાગી. બંને દરવાજા ની પાસે ઉભા હતા, થોડું ચાલી ને અંદર આવ્યા, એક દરવાજા પછી એક કોરિડોર જેવી જગ્યા પસાર કર્યા પછી બંને અંદર આવ્યા. એક નાનું મેદાન જેટલી જગ્યા ખાલી હતી.
આગળ નું જોવા માં ખુબજ મુશ્કેલી પડે તેવું વાતાવરણ હતું, અંધારા સાથે ભય નું ડેડલી કોમ્બીનેશન હતું.

વીરેને બાજુ માં નજર દોડાવી, જોયું તો દીવાલ પર જર્જરિત હાલત માં એક મશાલ હતી, જે જોતા લાગતું હતું કે તે સળગી શકશે કે કેમ.
ટોર્ચ નો પ્રકાશ પુરતો ન હતો, વીરેને પોકેટ માંથી લાઈટર કાઢી ને મશાલ સળગાવી.

નેહા ને લાગ્યું કે આ માણસ પૂરી તૈયારી સાથે આવ્યો લાગે છે અને હતું પણ તેમ જ. 

Sunday, October 13, 2013

સુવિચાર ની હારમાળા . . . .

- ‘તમારા હ્રદયમાં એક વૃક્ષ સાચવી રાખો અને
કદાચ કોઈ ગાતું પંખી આવી ચડે.’ - ચીની કહેવત

- મરનારી પ્રત્યેક ભાષા પોતાની સાથે જે તે
સમાજની અસ્મિતા ( આઈડેંટિટી) લેતી જાય છે.

- આકાશ અને ધરતી વચ્ચે ભીની ગુફતેગોને
લોકો વરસાદ કહે છે.

- પ્રયાસ વગરની પ્રાર્થના વાંઝણી છે અને
પ્રાર્થના વગરનો પ્રયાસ શુષ્ક છે. કર્મના સંગાથ
વગરની ભક્તિ પ્રમાદની બંદિની છે.
પ્રયાસની ચરમસીમાએ પ્રારબ્ધની શરૂઆત થાય
છે.

- સ્વસ્થ સમાજ પુરુષપ્રધાન કે સ્ત્રીપ્રધાન ન
હોઈ શકે, એ મૈત્રીપ્રધાન હોવો જોઈએ.
મૈત્રીથી શોભતા લગ્નજીવનમાં પ્રાપ્ત
થતી એકમેકતા સ્નેહની સુગંધ ધરાવતી હોય છે.

- હજી સુધી દીવાની કોઈ જ્યોત અંધારાને કારણે
હોલવાઈ ગઈ હોય એવું બન્યું નથી.

- લોકો આપણને અત્યંત ઉમળકા સાથે આવકારે
ત્યારે આપણા જવાબદારીનું વજન પણ વધી જાય
છે.

- ‘આ જગતમાં અજાણ્યા કોઈ નથી. એ
બધા તો એવા મિત્રો છે, જેઓ અગાઉ
મળ્યા નથી.’ - રવીન્દ્રનાથ ટાગોર

- હિંસાનો સંબંધ કેવળ હત્યા કે લોહી સાથે જ નહીં,
શોષણ અને અન્યાય સાથે પણ છે. આ વાત
ધર્મની ઓથે ભૂલી જવામાં આવે છે.
ગરીબી તેથી ટકી છે.

- ‘પુષ્પોનું મધુ ચૂસીને આભારનું ગુંજન
કરતા ભ્રમરો ઊડી જાય છે. ભપકાદાર પતંગિયું
નિશંક માને છે કે ફૂલોએ તેનો ઉપકાર
માનવો જોઈએ.’- રવીન્દ્રનાથ ટાગોર.

- નાની નાની અનુભૂતિઓનું વિરાટ વિશ્વ
આપણી આસપાસ સતત પ્રગટતું-પ્રચરતું રહે છે.
આદમી એમાં તરતો, તણતો કે ડૂબતો રહે છે.
સર્જકો એમાં ડૂબકી મારતા રહે છે. ક્યારેક
એમના હાથમાં મોતીડાં આવે ત્યારે જગતને કશુંક
નોખું-અનોખું સર્જન પ્રાપ્ત થાય છે. પ્રત્યેક
સર્જન માણસની ગહનતમ અનુભૂતિનું મનોહર
શિલ્પ છે.

- જ્યાં જરા જેટલું પણ જોખમ નથી ત્યાં જરા જેટલું
પણ જીવન નથી હોતું.

- વસંતવૃત્તિ એટલે જીવનને ધરાઈને
માણવાની હઠ.

- જે વિચારપૂર્વક જીવે છે તે માણસ છે. જે માત્ર
જીવ્યે જ રાખે છે તે ઉત્ક્રાંતિનું અપમાન કરે છે.

- ટીવી વિદ્યુતશક્તિ નહીં, વિચારશક્તિ ખાનારું
સાધન છે. ટીવી આપણી અક્કલનો આહાર કરતું રહે
છે.

- છીછરાપણું જીવનમાં છવાઈ જાય ત્યારે સ્મિત
પણ હોઠોનો વ્યાયામ બની જાય છે.

- ઉપવાસનો મહિમા થયો તેટલો જો હેલ્થ-
ફૂડનો થયો હોત તો દેશ ઘણો નિરોગી હોત.

- ડાયાબિટીસ જેવો મતલબી રોગ બીજો કોઈ નથી.
એ કદી મજૂરી કરનારના ઘરનો મહેમાન નથી થતો.
એ સ્વભાવે બંગલાપ્રેમી અને સુખલાલચુ રોગ છે.

- અન્ન-વિવેક વગર જીવનસાધના જામતી નથી..
કદાચ હજારે દસ માણસો અન્ન-વિવેક જાળવીને
ખાતા હશે. આ એક એવી બાબત છે, જેમાં માણસ
જાનવર કરતાં પણ પછાત જણાય છે.

- દુનિયામાં રોજ ઘણા માણસો ભૂખે મરે છે. કદાચ
એનાથીય વધારે મોટી સંખ્યામાં માણસો વધારે
ખાઈને અકાળે મરે છે. પચાસની ઉંમર પછી માણસ
જો ખાવાનું અડધું કરી નાખે,
તો ઘણા રોગોથી બચી શકે.

- જમવાના પાટલે બેસીને
કરેલા ગુનાઓની સજા ખાટલામાં પડીને
ભોગવવી પડે છે.

- લોકો જેટલા ગેરસમજથી ડરે છે
તેટલા ગેરકૃત્યથી ડરતા નથી.

- દુનિયાદારીના ચોકઠામાં સરસ રીતે ગોઠવાઈ જાય
એવા માણસને વ્યવહારુ કહેવામાં આવે છે.

- આખાબોલો માણસ એટલે એવો માણસ, જે
બોલતી વખતે આખો ને આખો રહી શકે.
વ્યક્તિત્વના ટુકડા ન પડે તે રીતે જે લાગે
તે સાચું કહી દેવું, એ જેવુંતેવું પરાક્રમ નથી.
મનમાં હોય તેનાથી જુદું
બોલવામાં માણસની અખિલાઈ
( integrity) ખતમ થાય છે.


- યુધ્ધ આપણો ઈતિહાસ છે અને શાંતિ આપણું
શમણું છે.

- ભદ્રતાને નામે આપણે એક એવો દંભપ્રધાન
સમાજ રચી બેઠાં છીએ જેમાં કારેલું પણ પોતાનું
કડવું સત્ય જાળવી ન શકે.

- ‘મેં લોકો આગળ ગર્વ કર્યો હતો કે હું તને જાણું
છું. એ લોકો મારી કૃતિઓમાં તારો હાથ
જોતા હતા.’- રવીન્દ્રનાથ ટાગોર (ગીતાંજલિ).

- લોહીની સગાઈ માણસને
સંબંધની બારાખડી શીખવે છે.

- બધી જ લાગણીઓ માણસજાત જેટલી જૂની છે.
વિગતો બદલાય છે, લાગણીઓ તો જે
હજારો વર્ષો પર હતી, તેની તે જ છે. બ્લડપ્રેશર
(બી.પી.)ની શોધ નવી છે, બ્લડપ્રેશર નવું નથી.


- રોગ થાય એનો અર્થ જ એ કે
શ્વેતકણોની પાંડવસેના રોગનાં જંતુઓની કૌરવસેના સામે
હારી ગઈ. આપણા શરીરમાં ફરતું લોહી એક
રણમેદાન જેવું છે.

- માણસ જ્યારે અંતરના ઊંડાણમાંથી કશુંક બોલે છે
ત્યારે એના આત્માની વાણી દ્વારા સાક્ષાત
પરમેશ્વર પ્રગટ થતો હોય છે.

- દુનિયામાં આપણે એવો સમાજ રચવા માગીએ
છીએ, જેમાં સ્મિતનું સન્માન હોય અને
આંસુનો આદર હોય. આ વા સમાજના બે
આધારસ્તંભો, તે પ્રેમ અને કરુણા.

- જે સમાજમાં પ્રેમનો પ્રભાવ હોય,
કરુણાનો કાયદો હોય અને અહિંસાની આણ હોય તે
સમાજ સભ્ય ગણાય.

- ‘કલા અને વિજ્ઞાન દ્વારા ઉચ્ચ કક્ષાએ
કેળવાયેલાં આપણે સૌ એટલી હદે
સુધરેલાં બની ચૂક્યાં છીએ, કે
સામાજિક સભ્યતા અને
ઔચિત્યના બધા ખ્યાલોના બોજ તળે આપણે
દબાઈ મરેલાં છીએ. 

દિલ પૂછે છે મારું....

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે...?

જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.
નાં વ્યવહાર સચવાય છે, નાં તહેવાર સચવાય છે,

દિવાળી હોય કે હોળી, બધું ઓફિસમાં જ ઉજવાય છે.

આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,

લગ્નની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે...?


પાંચ આંકડાના પગાર છે, પણ પોતાના માટે પાંચ  મિનીટ પણ ક્યાં વપરાય છે,

પત્નીનો  ફોન ૨ મીનીટમાં  કાપીએ  પણ ક્લાયન્ટનો કોલ ક્યાં કપાય છે.

ફોન બુક ભરી છે મિત્રોથી પણ કોઈ નાય ઘેર ક્યાં જવાય છે,

હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે...?કોઈને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે,

થાકેલા છે બધા છતાં, લોકો ચાલતા જ જાય છે.

કોઈક ને સામે રૂપિયા તો કોઈક ને ડોલર દેખાય છે,

તમેજ  કહો મિત્રો શું આનેજ જિંદગી કહેવાય છે...?

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે ..?
બદલતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે,

આવનારી પેઢી પુછ્સે સંસ્કૃતિ કોને કહેવાય છે...?

એક વાર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મુંજાય છે,

ચાલો જલદી નિર્ણય  લઈએ મને હજુય સમય બાકી દેખાય છે.
દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે ..?

જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે........................

જીવનના સાત પગલા


(૧) જન્મ....


એક અણમોલ સોગાદ છે,

જે ભગવાનની ભેટ છે.....

(૨) બચપણ


મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે,

જે ડુબી શક્યો તે તરી ગયો છે....

(૩) તરુણાવસ્થા

કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે.

મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે.

તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ...

અને અનેક નવી મૂંઝવણો....

(૪) યુવાવસ્થા


બંધ આંખોનું એ આંધળુ સાહસ છે...

તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો ..

અને કુરબાન થવાની આશા છે.

(૫) પ્રૌઢાવસ્થા


ખુદને માટે કશુ ન વિચારતા...

બીજા માટે કરી છુટવાની ખુશી છે.

કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.

(૬) ઘડપણ


વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે,

જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે...


(૭) મરણ


જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે...

નાડીએ નાડીએ કર્મ તૂટશે..

પાપ-પૂણ્યનો મર્મ ખુલશે...

ધર્મ-કર્મનો હિસાબ થશે...

સ્વર્ગ-નરકનો માર્ગ થશે....

પોતાનાનો પ્યાર છુટશે.........

અને...  સાત પગલા પુરા થશે.....

માટે..

સાત પગલાની..

પાણી પહેલા પાળ બાંધો....

(૧) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો.


(૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર છો,
માલીક નથી!

(૩) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે...
 તે ..  પોતે જ... ચાલાક છે...!

પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે

ત્યારે માંની છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય છે!

માટે તમારી હોશીયારી તમારી પાસે જ રાખો!

(૪) જો તમને...


પહેરવા કપડા, રહેવા ઘર અને..

બે ટાઇમ અન્ન મળતું હોય તો...

ઉપરવાળાનો આભાર માનજો..

તમારાથી બીજા કેટલા સુખી છે..

તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે..

તે જોશો તો... તમારે માટે સ્વર્ગ અહીં જ છે!

(૫) તમે પૈસાદાર હો કે ગરીબ..


બધા અંતે મ્રુત્યુને જ વરે છે!

મુખ્ય વાત તો એ જ છે કે..

તમારી ખોટ કેટલાને પડી?

તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!

Engineers are at their best (2)

Clever Engineer

A mathematician and an engineer are sitting next to each other on a long flight. The mathematician leans over to the engineer and asks if he would like to play a fun game. The engineer just wants to take a nap, so he politely declines and rolls over to the window to catch a few winks.

The mathematician persists and explains that the game is real easy and lots of fun. He explains, "I ask you a question, and if you don't know the answer, you pay me $5. Then you ask me a question, and if I don't know the answer, I'll pay you $5."

Again, the engineer politely declines and tries to get to sleep. The mathematician, now somewhat agitated, says, "Okay, if you don't know the answer, you pay me $5, and if I don't know the answer, I'll pay you $50!"

This catches the engineer's attention, and he sees no end to this torment unless he plays, so he agrees to the game. The mathematician asks the first question. "What's the distance from the earth to the moon?"

The engineer doesn't say a word, but reaches into his wallet, pulls out a five-dollar bill and hands it to the mathematician Now, it's the engineer's turn. He asks the mathematician "What goes up a hill with three legs and comes down on four?"

The mathematician looks up at him with a puzzled look. He takes out his laptop computer and searches all of his references. He taps into the air phone with his modem and searches the net and the Library of Congress. Frustrated, he sends e-mail to his co-workers all to no avail.

After about an hour, he wakes the engineer and hands him $50. The engineer politely takes the $50 and turns away to try to get back to sleep.

The mathematician then hits the engineer, saying, "What goes up a hill with three legs, and comes down on four?" The engineer calmly pulls out his wallet, hands the mathematician five bucks, and goes back to sleep.

------------------------------------------------------------------------

Engineer and hell ( and lawyer ) ))))


An engineer dies and reports to the Pearly Gates. Saint Peter checks the engineer's dossier and says, "Ah, you're an engineer. You're in the wrong place."

So the engineer reports to the gates of hell and is let in. The engineer soon becomes dissatisfied with the level of comfort in hell, and starts designing, making improvements, and building. After a while, air conditioning is running, and bathrooms and showers are built. Escalators appear from one level to another. And the engineer becomes a pretty popular guy.

One day God calls Satan on the telephone and asks, "So, how's it going down there in hell?"
Satan replies, "Hey, things are going great. We've got air conditioning and flush toilets and escalators, and there's no telling what this engineer is going to come up with next."
God replies, "What? You've got an engineer? There's been a mistake! He should never have been sent down there: send him back up here."
Satan says, "No way. I like having an engineer on the staff, and I'm keeping him."
God says, "Send him back up here or I'll sue."
Satan laughs uproariously and answers, "Yeah, right. And just where are you going to get a lawyer?

------------------------------------------------------------------------


Two engineering students were walking across a university campus when one said,"Where did you get such a great bike?"
The second engineer replied, "Well, I was walking along yesterday, minding my own business, when a beautiful woman rode up on this bike, threw it to the ground, took off all her clothes and said, "Take what you want."

The second engineer nodded approvingly and said, "Good choice; the clothes probably wouldn't have fitted you anyway.
------------------------------------------------------------------------

Thursday, September 26, 2013

ગુજરાતી રમૂજ

બોયઝ એન્ડ ગલ્સ


છોકરીઓ એક્ઝામનું પેપર લખતી વખતે કઈ ૭ ચીજો કરે છે ?


(૧) લખે છે 
(૨) લખે છે 
(૩) લખે છે 
(૪) લખે છે 
(૫) લખે છે 
(૬) લખે છે 
(૭) લખે છે...


છોકરાઓ પેપર લખતી વખતે કઈ ૭ ચીજો કરે છે ?


(૧) ક્લાસમાં બેઠેલી છોકરીઓની સંખ્યા ગણે છે. 
(૨) યુવાન લેડી સુપરવાઈઝરને ધ્યાનથી જુએ છે. 
(૩) પેપર પર મોડર્ન આર્ટ દોરે છે
(૪) પેન્ટ અને શર્ટમાં છુપાવેલી કાપલીઓની જગા અદલબદલ કરે છે 

(૫) આખી રાત ઉજાગરો કરવા છતાં કશું વંચાયું નહીં એ
બદલ દોસ્તોને મનમાં ગાળો દે છે. 

(૬) આ પેપરમાં એટીકેટી આવે ત્યારે કેવી નવી રીતે ચોરી કરવી એના પ્લાન ઘડે છે.
(૭) એક કલાકમાં તો પેપર લખાઈ જશે પછી બાકીના બે કલાક ક્યાં ટાઈમપાસ કરીશું એ વિચારે છે...


-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-


પીટી સરનું ઈંગ્લીશ

ઇંગ્લિશ મિડિયમ સ્કુલોમાં મોટે ભાગે પીટીના સર દેશી જ હોય છે. એમનું ઇંગ્લિશ એકદમ જાલિમ હોય છે. થોડા નમૂના....
(૧) ધેર ઈઝ નો વિન્ડ ઇન ફૂટબોલ.
(૨) ઈ ટોક, હિ ટોક, ધેન વાય યૂ મિડલ મિડલ ટોક ?
(૩) યૂ રોટેટ ગ્રાઉન્ડ થ્રી ટાઈમ્સ.
(૪) યૂ ગો એન્ડ અન્ડર સ્ટેન્ડ ટ્રી.
(૫) ઓલ થ્રી ઓફ યૂ સેન્ડ ટુગેધર સેપરેટલી.

કાગડા તરફ થી ઈ-મેલ (e-mail from Crow)

પ્રતિ,


         આદરણીય મનુષ્યો, (તમામ જ્ઞાતિ, તમામ ધર્મ),શ્રાદ્ધપક્ષના દિવસો ચાલી રહ્યા છે અને નાછૂટકે તમને આ અરજન્ટ ઇ-મેલ કરવો પડ્યો છે. જેનો તાત્કાલિક અમલ કરવા હું ‘અખિલ વિશ્વ કાગડા કોcમ્યુનિટી’ તરફથી સમગ્ર માનવજાતને આ વિનંતિસહ ધમકી પાઠવું છું. તમે માણસો કયા બેઇઝ ઉપરથી અમને પિતૃઓ ગણોછો? આ મુદ્દે અમારા પક્ષીસમાજમાં ખૂબ મોટા ઝઘડાઓ થઇ ગયા છે. એક તો એકેય બાજુથી તમે લોકો કાગડા જેવા લાગતા નથી. કાગડા હોવાનો પ્રથમ નિયમ એ છે કે જેવા અંદર હો એવા જ બહાર દેખાવું પડે, અને જે ગુણ તમે કદી આત્મસાત્ કરી શકતા નથી. ઊલટાનું તમે તો સફેદ કપડાં પહેરીને કાળા ધંધા આદરો છો. જે ગુણ બગલા સાથે મળતો આવે છે. તો આપ સર્વે મનુષ્ય સમાજને વિનંતી છે કે બગલા અથવા વાંદરાને આપ ખીર ખવડાવો. આમેય ગયા ભાદરવે તમે લોકોએ જે ખીર ખવડાવી એમાં પાવડરના દૂધની ખીર ઉડાડી’તી એટલે અમારી નાતમાં ત્રણ હજાર અને બસ્સો જેટલા કાગડાઓને ઝાડાઊલટી થઇ ગયા’તા. વળી અમારે તો તમારી જેમ ઇમરજન્સી ૧૦૮ જેવી વ્યવસ્થા પણ ન હોય. તમારા પિતૃઓની તો ખબર નથી પરંતુ ગયા ભાદરવે તમારી ભેળસેળવાળી ખીરથી અમારા ૨૧૫ જેટલા કાગડાઓ અવસાન પામીને પિતૃ થઇ ગયા. જેમનાં સંતાનોને રહેમરાહે નોકરી આપવામાં અમને ફીણ આવી ગયાં.


         આથી અમે કાગડાઓએ ઓણ નક્કી કર્યું છે કે તમે લોકો ગમે એટલા ખીરના લોંદા ઉડાડો તોય અમે કોઇ આ વર્ષ તમારી અગાસી ઉપર ફરકવાના નથી. બીજી બહુ અગત્યની વાત કે ભાદરવા માસમાં અમારી કાગડીઓ બચ્ચાંને જન્મ આપે છે. એ બચ્ચાંના આહાર માટે જે તે સમયે તમારા વડવાએ આ ખીર ખવડાવવાનો ‘રિવાજ’ શરૂ કર્યો હતો. આ એક પક્ષીપ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. હવે તમે લોકો એને પિતૃઓ સાથે જોડી અમને ઇમોશનલી બ્લેક મેઇલ કરવાનું બંધ કરો તો સારું. અમારી કાગડાની આખી જ્ઞાતિનું મુખ્ય કામ સમાજમાંથી કચરો દૂર કરવાનું છે અને તમારી આખી જ્ઞાતિ આ સિદ્ધાંતથી વિરુદ્ધ ધરતી ઉપર કચરો વધારવાનું કામ કરી રહી છે. જેનાથી અમને ખૂબ ઠેસ પહોંચી છે. અત્યાર સુધી અમે તમારી જ્ઞાતિને ઘણા બધા મુદ્દાઓ પર માફ કરી છે. જેમ કે, તમે તમારાં સંતાનોને ‘કાગડો કા કા કરતો આવે’ આવાં જોડકણાં અને ગીતો અમારી પૂર્વ પરવાનગી વગર વર્ષોથી ગવડાવ્યાં કરો છો. ‘જુઠ બોલે કૌઆ કાટે, કાલે કૌએ સે ડરીઓ’ આ ગીતકારને પણ અમારી જ્ઞાતિવિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ અમે માફ કર્યો છે. તો પેલો દલેર મહેંદીએ ‘સચ બોલ કાલા કૌઆ કાટ ખાયેગા’ આવું ગાઇગાઇને કરોડો રૂપિયા બનાવી લીધા ને અમને રોયલ્ટી પેટે કશું નથી મોકલ્યું. હોરર ફિલ્મ ‘ફૂંક’ વાળા ઉપર તો અમારો યુવા કાગડા સમાજ ધૂંઆપૂંઆ છે. એકમાત્ર કવિ રમેશ પારેખે ‘કાગડો મરી ગયો’ આ કવિતામાં અમારી વેદનાને વાચા આપી જે બદલ સંસ્થા એમનો આભાર માને છે. તમારી આખી દુનિયામાં માણસ એક જ છે ને એ છે બિલ ગેટસ. જેને પોતાની કંપની ‘માઇ-ક્રો-સોફટ’ નામ રાખ્યું એમાં ક્રો (કાગડો) આવતું હતું એટલે તેમણે અમારા સમાજને રોયલ્ટી પેટે કરોડો રૂ. મોકલ્યા. જેમાંથી આજ અમારી યુવા પેઢી કમ્પ્યુટર શિક્ષણ લઇ રહી છે. ત્રીજી વાત ‘કાગડો આવવાથી મહેમાન આવે છે’ આવી ખોટી અફવાઓ ન ફેલાવો યાર, અમુક લોભીયા’વના ઘરે તો અમે લોકોએ પણ જવાનું બંધ કર્યું છે.અંતમાં સમગ્ર કાગડા કોમ્યુનિટી વતી પ્રાર્થના છે કે અમે લોકો તમારા પિતૃ પદેથી V.R.S લેવા માંગીએ છીએ. તમારાં કારનામાંઓથી કંટાળીને અમારી જ્ઞાતિએ આ નિર્ણય લીધો છે. અમને માફ કરજો અને આ ભાદરવે અમારી રાહ ન જોતા.


      છેલ્લી મફત સલાહ કે તમે માણસો પિંડદાન, પિતૃતપર્ણ અને પિતૃમોક્ષ માટે મા-બાપના મર્યા પછી જેટલો ખર્ચો કરો છો એનાથી અડધો જો જીવતાં મા-બાપને સાચવવામાં કરો તો કદાચ તમારા પિતૃઓને જીવતાં જ મોક્ષ મળી જાય. આ મેઇલ મળ્યા પછી પણ જો તમે ‘કાગ-કાગ’ની રાડો પાડશો તો ન છુટકે અમારે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવવાં પડશે અને માનહાનિનો દાવો માંડવો પાડશે.             

સહકારની શ્રદ્ધા સાથે.સૂચનાનો અરજન્ટ અમલ કરવા વિનંતી.

- પ્રમુખ(સહી અવાચ્ય)

LinkWithin

Related Posts with Thumbnails