Google+ Badge

Saturday, September 11, 2010

પત્ની ને ખુશ રાખવા ના ઉપાયો

આમ તો માનનીયબ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલી આપ્યાછે કે ઉપરથી ભગવાન આવીને લાખ યત્ન કરે તોપણ કોઈ વાતે ખુશના થાય. પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિછે, અને પુરુષે પોતાની પત્ની ને ખુશ રાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્ની ને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યાછે. એ તમારે જાણવા જોગ.

1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો.

2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો

3. ઓફિસ થી ઘેર આવી ને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો.

4. સાસુસસરા કે કોઇપણ પિયરીઆ ઘેર આવે તો એક નકલી પૂછડી ચોટાડી જોરજોરથી હલાવો (પણ એમને ચાટવાની કોશિશ ન કરશો!)

5. એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇપણ ખુબી શોધી એના વખાણકરો (અરે, આતો શાયરોનુ શહેર નહી? પેલા કવિ “બેવકુફ” અહી નાં જ નહીં?)

6. એની કોઇપણ સહેલી ના રુપના વખાણ ક્યારેય ન કરો.

7. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો.

8. એની મમ્મીની રસોઇના વખાણ કરો.

9. “હું કેવી લાગુ છુ” નો પ્રમાણિક પણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે“ આજે તો તું સાવ જૂદી જ લાગે છે”

10. એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે

11. "તારા પપ્પા બહુ સોશિયલ છે” એવુ મહિને ઓછા મા ઓછુ એક વાર કહો.

12. ટીવી જોતી વખતે: “અરે, જોતો, આ કેટરિના એ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે ” એવુ કહો.

13. તમારી વાત ટુંક માં કરો.

14. એના પિયરિયા નો ફોન હોય અને “આજે શાક કેવી રીતે દાઝી ગયુ?” એ વિષય પર લાંબી વાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્ય ના કામ પડતા મુકી ધીરજપુર્વક એ ફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ.

15. જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો.

16. એની વાત ધ્યાનપુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા જ.

17. એક શુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો.

18. એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો!

19. ઉતરન અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. એ જો ભુલેચુકે સામો વિવેક કરે તો એમ કહો કે “મેચ તો રોજ આવે છે”.

20. એ એમ કહે કે “આજે બહુ ગરમી છે” તો પંખો ફાસ્ટ કરો યાર !

21. એ એમ કહે કે “આજે બહુ થાકી ગઇ છુ” તો તરત કહો કે “ચાલ, આજે બહાર જમવા જઇએ”.

22. એએમકહેકે“આજેરસોઇકરવાનોમુડનથી” તોતરતકહોકે“સાચુકહુ, હુંતોપીઝામંગાવવાનુજવિચારતોહતો”

23. વાતવાત માં એના સોગંદખાવ (તારા સમ, તુ સાચે આજે જુદી લાગે છે!)

24. બેડરુમમાં બામ ની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમા સુઇ જાવ.

25. કોઇપણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમકે: દાળ પાણી જેવી હોયતો“ આજે દાળ કંઇક જુદી જ હતી!” અને રોટલી કાચી બને તો “આ વખતે ઘંઉ સારા નથી આવ્યા” એમકહો.

26. અઠવાડિયે એકવાર તો સમય અને સંજોગો જોઇને પૂછીલો કે"કેમ આજે ઢીલી લાગે છે?"
27. શાક સારુ ના બન્યુ હોય તો અંદર ટોમેટો સોસ નાખો, ફરિયાદ ન કરો.
28. એક હાથથી ભાખરી ન તૂટતી હોય તો બીજો હાથ વાપરો ! ભગવાને બે હાથ શેના માટે આપ્યા છે?
29. કામવાળો રજા ઉપર હોય તો ઘર માં એક જ વાર ચા પીવો.
30. સફેદ કપડા ક્યારેય ન ખરીદો.અથવા તો પાન-મસાલા છોડી દો.
31. બેલ વાગે તો દરવાજો ખોલવા તમે જાવ, એમાં કાંઇ વારા થોડા પડાય બોસ!
32. ઓફિસ નુ કામ ઘરે ન લાવો.
33. શકય હોય તો ઘરનુ કામ ઓફિસ લઇ જાવ.
34. તહેવારો પર નવા કપડા ખરીદવા રૂપિયા ઢીલા કરો.
35. એના ડ્રેસ ખરીદવા સાથે જવાનુ એ પોતે કહેતો પણ ટાળજો, છેવટે બન્ને ખુશ રહેશો!
36. નવા ડ્રેસ માં એ જાડી લાગે તો એમ કહેજો કે " આ ડ્રેસ એક સાઇઝ નાનો આવી ગયો લાગે છે"
37. એનો ભાઇ બહુ ઇન્ટેલીજન્ટ છે તેવુ જાહેર કરો .
38. લાલ કપડા માં પોસ્ટ ઓફિસ ના ડબલા જેવી લાગે છે તેવી લોથલ જોક ન મારવી. લાલ કપડા માં સાગરમાં ડિમ્પલ કાપડિયા આવી જ લાગતી હતી એમ કહો.
39. લગ્ન દિવસે સા ચાસોના ના ઘરેણા લાવી આપો.
40. તમે ખરીદેલી વસ્તુની સાચી કિંમત એના મોંઢે બોલવા દો, અને પછી એની બોલેલી કિંમતની આજુબાજુનો કોઇપણ આંકડો પાડી દો. તમે જો ડાહ્યા થઇને પહેલા જ સાચી કિંમત જાહેર કરશો તો "તમેછેતરાયા". એવુ પ્રમાણપત્ર આપશે અથવા એના માટે તમે "કાય મહલ કી વસ્તુ લાવો છો" એ વાત પર મામલો બીચકશે.
41. ઓફિસેથી ઘેર પાછા આવતા પહેલા મોબાઇલ ના ઇનબોક્સ માંથી SMS ડીલીટ કરીને આવો.
42. શક્ય હોય તો મોબાઇલ નુ રીસન્ટ કોલ લીસ્ટ પણ ડીલીટ કરી ને ઘેર આવો.
43. એની મોટી બહેન ના ગંદા-ગોબરા તોફાની છોકરાને જોતા જ તેડી લો, અને કહો "કેટલો ક્યુટ અને નૉટી છે!"
44. તમારા સાસરે કૂતરો રાખ્યો હોય તો એતો તમને ચાટશે જ, મોં નહી બગાડવાનુ, અને એને એની હાજરી માં ભગાડવા નો કે હટ નહીં કહેવાનું.
45. એ રડે તો રૂમાલ નહીં,એને જે જોઇતુ હોય તે લાવી આપો.
46. રક્ષાબંધને સાસરે જ જમવાનુ ભાઇ! બેસતું વર્ષ અને ભાઈબીજ પણ સાસરે જ ઉજવવા. અને રવિવારે સાસરે ના જવું હોય તો ખર્ચો કરી ને બીજે ગમે ત્યાં ફરવા જવાનું.
47. દાળમાંથી કોથમીર અને બીજો કચરો કાઢતા કાઢતા કોઇના બાવડા સુજી ગયા હોય તેવા વૈજ્ઞાનિક પુરાવા નથી, માટે ખોટી ફરિયાદ કરવાનું બંધ કરો.
48. "સાસરૂ સોના ની ખાણ" ની ડીવીડી વસાવી લો.
49. ફોન નું બિલ એના લીધે વધારે આવે છે એવુ કદી ન કહો.
50. મુસાફરી માં બધો સામાન તમે જ ઉપાડો! પોત-પોતાનો સામાન પોતે ઉપાડે એટલી બધી સ્ત્રી સમાનતા હજુ આપણા દેશ માં આવી નથી!
૫૧. ચાલવાથી કોઇપણ અને લગભગ બધી ભારતીય સ્ત્રીઓ થાકી શકે છે. એનો કકળાટ હીલ-સ્ટેશન પર ના કરાય!
૫૨. ઘર નાં ખાવામાં બદલાવ જોવા ઇચ્છતા હોવ તો અઠવાડિયે એક દિવસ ગોગલ્સ પહેરીને જમવા બેસો બોસ!
૫૩. દાળઅનેશાકનોકલરજોઇએનાટેસ્ટવિષેચુકાદોનઆપીદો, આજેજેબન્યુછેતેનબન્યુનથીથવાનું!
૫૪. તૈયાર થવા માં વાર લાગે તો કકળાટ ન કરવો. તમે મોડા પહોંચશો તો લગ્ન અટકી પડવાના નથી. અરે, આજકાલ તો રીસેપ્શનમાં વર-કન્યા જ મોડા પહોંચે છે.
૫૫. છાપું વાંચતા વાંચતા કૂકર ની સીટી ગણવાનું શીખીજાવ.
૫૬. ગેસ બંધ કરતા પણ શીખી જાવ. રસોડા સુધી ચાલવાથી તમારી ફાંદઉતરે તેવુ તે માનતી હોય તો માનવા દો.
૫૭. ડસ્ટ બીન નજીક જઇ કચરો નાખવામાટે છે, દુરથી નિશાનબાજીની પ્રેક્ટીસ કરવા માટે નથી. સમજ્યા? તમારા ખોટા નિશાન ના લીધે કચરાપેટી ની અંદર કરતા બહાર વધારે કચરો દેખાય તો ગમે તેને ગુસ્સો આવે.
૫૮. કોબીના શાકમાં ખાંડ ન નખાય એવો કોઇ કાયદો નથી. ખોટા કાયદા નહી બતાવવાના.
૫૯. શિયાળા માં દહીં ન જામે. તમને વધારે સારુ જમાવતા આવડતુ હોય તોતમે જમાવોને બૉસ! એકાદ દહાડો ખીચડી માં દહીં ન મળે તો ઝાડા ન થઇ જાય.
૬૦. "ટીવી નું રિમોટ ક્યાં પડ્યું છે?" આવા વાહિયાત સવાલો ન કરો.
૬૧. ઉનાળા માં બે જ શાકભાજી મળે છે. બટાકા અને રીંગણ. અને આ બંને તમને નથી ભાવતા તે તમારી સમસ્યા છે.
૬૨. ઘરની પાણીપુરીએ બજારની પાણીપુરી જેવી ના પણ બને, એ ટે ભૈયાના પરસેવાવાળા હાથ ઘરેલાવવા પડે!
૬૩. એ હસીહસીને ફોન પર વાત કરે છે? તો ફો નપીયરિયાનો હશે, બીજી કોઈ શંકા અસ્થાને છે.
૬૪. સ્ત્રીઓ ને ઇલેકટ્રોનિક ગેજેટસ વાપરતા નથી આવડતું, એ વાત અમેરિકન રીસર્ચ થી સાબિત થયેલ છે, માટે એ વિષે તમારે અલગ વ્યાખ્યાન આપવા ની જરૂર નથી.
૬૫. એને કાર ચલાવતા શીખવવાની કોશિશ ન કરશો. ડ્રાઇવિંગ સ્કુલ વાળા ઓને પૈસા આપો અને એ વસુલ થતા જુઓ.
૬૬. એને કાર ચલાવતા નથી આવડતુ તો શું થયુ? રસ્તા માં તમે કોઇની સાથે ભટકાઇ ના પડો તે માટે તમને સુચના આપે તો એમાં એણે શું ખોટું છે?
૬૭. ટુથપેસ્ટ પુરી થવા આવે ત્યારે પેસ્ટ કાઢી આપવી એ પતિ નો ધર્મ છે. આવા ક્ષુલ્લક કામો એ આટલા વર્ષો માં કેમ ન શીખી તેવા તુચ્છ વિચારો ન કરવા.
૬૮. એના પર્સમાંથી તમારે જે જોએ છે તે માંગો, એમ ખાંખાંખોળા કરી કામના વધારો.
૬૯. માંગ્યા વિના તો મા પણ ના પીરસે.આ તો પત્ની છે.
૭૦.ઓફિસે થી ઘેર પાછા આવતા અવશ્ય ફોન કરો, ડાર્લિંગ કાઈ લાવવાનું છે?
૭૧. પીરસતા વાર થાય તો રાહ જુવો,તકિયો ના માંગો.
૭૨. ઘરમાં વોશિંગ મશીન તમારા સ્ટેટસ માટે લીધું છે, કપડા તો રામો જ સારા ધુવે. માટે 'વોશિંગ મશીન નો ખર્ચો કેમ કરાવ્યો?' એવો બેવકૂફ જેવો સવાલ કરવો નહિ.
૭૩. રેલ્વેસ્ટેશને કે એરપોર્ટ પર એને વિદાય કરવા જતી વખતે ક્યારેય મોઢું હસતું ના રાખો. તમારા અરમાનો ને દબાવી રાખતા શીખો.


નોંધ:

૧) આ ઉપાયો અંગે લખનાર કોઈ ગેરેંટી નથી આપતા, તેમજ ઉપાય કારગત ના નીવડે તો આઅંગે કોઈપણ પ્રકારની તકરાર કરાવી નહિ.
૨) આ ઉપાયો મેં અજમાવેલા છે કે નહિ તેવો બેવકુફ જેવો પ્રશ્ન કરવો નહિ. બેવકુફ જેવા પ્રશ્નો પૂછવાની પેટન્ટ મારી પાસે છે.
૩) ઉપર ના ઉપાયો પર પિષ્ટપેષણ કરી સમય બગાડવો નહિ. એટલા સમયમાં પત્ની ની ઘણી સેવા થઇ શકે છે.
૪) કુંવારાઓ માટે શું? એવા વાહિયાત સવાલો અહી ન કરવા.

LinkWithin

Related Posts with Thumbnails